Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

લીફટ-કાર કેબીનની લાઇટીંગ સર્કીટમાં 30 મીલી એમ્‍પીયરની સંવેદનશીલતા વાળુ આરસીસીબી લગાવવામાં આવે તો આવા અકસ્‍માત બનવાની સંભાવના નિવારી શકાય

રાજકોટ : ગુજરાત લીફટ અને એસ્‍કેલેટર્સ એક્‍ટ, 2000 અને તે હેઠળ ઘડાયેલ નિયમો મુજબ રાજ્‍યમાં સ્‍થપાતા નવા લીફટ સ્‍થાપનો અને હાલમાં કાર્યરત લીફટ સ્‍થાપનોનો સતત સલામત સ્‍થિતિમાં જાળવી રાખવાની અને તેમાં કોઇ અકસ્‍માત ન સર્જાય તે સુનિિશ્ચત કરવાની જવાબદારી લીફટ સ્‍થાપનના માલિકની રહે છે.

તાજેતરમાં રાજકોટ શહેરમાં લીફટની કેબીન પર વીજ કરંટ લીકેજ થવાના કારણે બે વ્‍યકિતઓના મૃત્‍યુ થવા પામેલ. લીફટનો ઉપયોગ કરનાર મુસાફરોને વીજકરંટ લીકેજ સામે રક્ષણ પુરૂં પાડવા માટે લીફટ-કાર કેબીનની લાઇટીંગ સર્કીટમાં 30 મીલી એમ્‍પીયરની સંવેદનશીલતા વાળુ અર્થ લીકેજ રક્ષણાતમક ઉપકરણ એટલે કે આરસીસીબી લગાવવામાં આવે તો આવા અકસ્‍માત બનવાની સંભાવના નિવારી શકાય તેમ છે.

આથી રાજ્‍યમાં કાર્યરત તમામ લીફટ સ્‍થાપનોના માલિકોને અને લીફટનું ઇરેકશન તથા મેઇન્‍ટેનન્‍સ કરવા માટે અધિકૃત કરાયેલ સરકાર માન્‍ય એજન્‍સીઓને તેમની માલિકી/મેઇન્‍ટેનન્‍સ હેઠળ લીફટની સલામતી જાળવવા અને વીજળીક અકસ્‍માત નિવારવા માટે લીફટ કાર-કેબીનની લાઇટીંગ સર્કિટમાં સત્‍વરે આરસીસીબી પ્રસ્‍થાપિત કરવા આથી તાકીદ કરવામાં આવે છે અને લીફટ સ્‍થાપનમાં આરસીસીબી પ્રસ્‍થાપિત કરાયા અંગેની જાણ સંબંધિત ચીફ ઇન્‍સ્‍પેક્‍ટર ઓફ લીફટને તુરંત જ કરવા વિનંતી છે.

લીફટનો ઉપયોગ કરનાર હર કોઇને સલામતી જળાવય તે માટે સહકાર આપવા તમામ સંબંધિતોને વિનંતી કરવામાં આવે છે.

(5:31 pm IST)