Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

'મહા' વાવાઝોડાને પગલે દરિયાકિનારે એલર્ટ :દીવ છોડી દેવા પ્રવાસીઓને સૂચના: કિનારો ખાલી કરવા કામગીરી

મહા વાવાઝોડાની અસરને પગલે 8 શેલ્ટર હોમ શરૂ કરાયા: જરૂર જણાયે લોકોનું સ્થળાંતર કરાશે

મહા વાવાઝોડું 7 તારીખે વહેલી સવારે પોરબંદર અને દીવની વચ્ચેના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. ત્યારે તકેદારીના ભાગ રૂપે દિવના દરિયા કિનારા પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો છે

રાજ્ય સરકારે મહા વાવાઝોડાની દહેશત વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દીવ આવેલા પ્રવાસીઓને આવતીકાલ સુધીમાં દીવ છોડી દેવાનો આદેશ આપી દેવાયો છે. તંત્ર દ્વારા અત્યારથી જ દરિયા કિનારો ખાલી કરાવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. દીવના જિલ્લા કલેક્ટરે માહિતી આપી કે મહા વાવાઝોડાની અસરને પગલે 8 શેલ્ટર હોમ શરૂ કરાયા છે. અને જરૂર જાણાય ત્યારે દરિયા કિનારાના લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવશે.

(1:03 am IST)