Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુના 372 કેસ નોંધાયા

મેલેરિયાના 32, ઝેરી મેલેરિયાના 10, ચિકન ગુનિયાના 12, ઝાડા-ઉલટીના 88, કમળાના 27 અને ટાઈફોઈડના 48 કેસો નોંધાયા

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળામાં વધારો થયો છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ખાસ કરીને લોકો ડેન્ગ્યુ ના શિકાર વધુ બન્યા છે. છેલ્લા સાત દિવસમાં ડેન્ગ્યુના 372 કેસ નોંધાયા છે.

  શહેરમાં છેલ્લા સાત દિવસમાં મેલેરિયાના 32, ઝેરી મેલેરિયાના 10, ચિકન ગુનિયાના 12, ઝાડા-ઉલટીના 88, કમળાના 27 અને ટાઈફોઈડના 48 કેસો નોંધાયા છે. રોગચાળા ડામવા આરોગ્ય વિભાગના અધિકારીઓ મિટિંગો કરે છે. પણ અસરકારક પગલાંની અસર દેખાતી નથી. ફોગીંગ સહિતની કામગીરી કરાય છે પરંતુ તેનું કોઈ પરિણામ મળતું નથી. જેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

(9:18 pm IST)