Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મોડીસાંજે 7,51 વાગ્યે જામનગર પંથકમાં વધુ એક ભૂકંપનો આંચકો : 3,7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો : લોકોમાં ફફડાટ

ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી સાઉથ ઇસ્ટ 27 કિમિ,નોંધાયું

જામનગર : જામનગર જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો છે જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે મોડીસાંજે 7,51 વાગ્યે જામનગર પંથકમાં વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો છે રિક્ટર સ્કેલમાં 3,7ની તીવ્રતા નોંધાઈ છે

  મોડીસાંજે જામનગર જિલ્લાના નાના થાવરીયા,મતવા ,હડમતીયા,નાની માટલી,મોટી માટલી સહિતના આસપાસના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયાનું ગ્રામજનો જણાવે છે જામનગર શહેરના પણ અનેક વિસ્તારોમાં ધરા ધ્રુજી હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી સાઉથ ઇસ્ટ 27 કી,મી દૂર હોવાનું જણાવાઈ રહ્યું છે મતવા અને ભલસા બેરાજા વચ્ચે કેન્દ્રબિંદુ નોંધાયું હોવાનું સત્તાવાર સૂત્રો જણાવે છે

(8:57 pm IST)