Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉમરેઠ પોલીસે સાંજના સુમારે ઘોરા ગામની સીમમાં દરોડા પાડી ઝાડ નીચે જુગાર રમતા 6 જુગારીઓની અટકાયત કરી: 15હજારનો મુદામાલ જપ્ત

ઉમરેઠ: પોલીસે આજે સાંજના સુમારે ઘોરા ગામની સીમમાં આવેલા રોડ નજીક આંબલીના ઝાડ નીચે પત્તા પાનાનો જુગાર રમતાં ધીરૂભાઈ મગનભાઈ હરિજન (ખલાડી), ભીખાભાઈ ફતાભાઈ વસાવા (પણસોરા), નાસીરમીંયા મહંમદમીંયા બેલીમ (પણસોરા), દિપકભાઈ રમણભાઈ હરિજન (ખલાડી), કલ્પેશભાઈ ભીમાભાઈ હરિજન (પણસોરા)અને ઐયુબમીંયા અકરમમીંયા મલેક (પણસોરા)ને ઝડપી પાડીને રોકડા ૪૫૦૦, ટાટા ઈન્ડીગો કાર, બાઈક તેમજ બે મોબાઈલ સહિત કુલ ,૫૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(6:02 pm IST)