Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

તારાપુરના ભંડરેજ નજીક સીમમાંથી સવારના સુમારે અજાણી મહિલાની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો: હત્યાની આશંકા: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

તારાપુર:તાલુકાના ભંડરેજ ગામની સીમમાંથી આજે સવારના સુમારે એક મહિલાની અર્ધનગ્ન લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં કોઈએ કોઈ કારણોસર મહિલાની ઠંડા કલેજે હત્યા કરીને લાશને પુરાવાના નાશના ભાગરૂપે નાંખી દીધી હોય તેમ લાગી રહ્યુ ંછે. જો કે તારાપુર પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મહિલાની ઓળખવિધિના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સુમારે તારાપુર પોલીસને માહિતી મળી હતી કે, ભંડરેજ ગામની સીમમાં આવેલા ડાંગરના ખેતરમાં એક મહિલાની અર્ધનગ્ન લાશ પડી છે જેથી પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં મરણ જનાર મહિલા ૩૫થી ૪૦ વર્ષની ઉંમરની હોય અને શરીરે માત્ર નાઈટી પહેરેલ હોવાનું જાણવા મળ્યું હતુ. મહિલાને શરીર પર ઈજાના કોઈ બાહ્ય નિશાન પણ મળી આવ્યા નહોતા.

(6:01 pm IST)