Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મોડાસા-મેઘરજ બાયપાસ ચોકડી નજીક મધ્ય રાત્રીએ અજાણ્યા વાહન ચાલકે 6 ગાયોને હડફેટે લીધી: એકસાથે 6 ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફરીવળી

મોડાસા :મોડાસા-મેઘરજ બાયપાસ ચોકડી પર શનિવારે મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે બેફીકરાઈથી ચલાવી રોડ ઉપર ઉભેલી છ ગાયોને કચડી નાખી ફરાર થઈ ગયો હતો. ગાયો ઉપર અજાણ્યા વાહનના વ્હીલ ફરી વળતાં છ ગાયોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.એકસાથે છ ગાયોના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. આમ હાઈવે માર્ગ ઉપર માંતેલા સાંઢની માફક ભારે વાહનો બેફામ રીતે હંકારાતાં લોકામાં રોષ ફેલાયો હતો.

ગોધરા-શામળાજી હાઈવે માર્ગ ઉપર આવેલી મેઘરજ રોડ બાયપાસ ચોકડી પાસે શનિવારના રોજ મોડી રાત્રે ગોધરા તરફથી આવતા અજાણ્યા ભારે વાહને વાહન પૂરઝડપે હંકારતા બાયપાસ રોડ ઉપર બેઠેલી છ ગાયો ઉપર વ્હીલ ચઢી જતાં લોહી લુહાણ થઈ ઘટના સ્થળેજ છ ગાયો મોતને ભેટી હતી. છ ગાયોના મોતથી જીવદયા પ્રેમી અને ગ્રામજનોમાં રોષાનો માહોલ છવાયો હતો. આ ઘટના બનતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. સાગમટે છ ગાયોના મોત નિપજતાં ગાયોના માલિકો ચોંધાર આંસુએ રડી પડયા હતા અને ફીટકાર વરસાવ્યો હતો.

(6:00 pm IST)