Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહેસાણા:ખાણ-ખનીજ ટીમે બેચરાજી નજીક તપાસ હાથ ધરી ઓવરલોડ સાદી રેતી ભરેલ ડમ્પર જપ્ત કર્યું

મહેસાણા: ખાણ-ખનીજ વિભાગની ટીમે બેચરાજી નજીક તપાસ દરમિયાન એક ઓવરલોડ સાદી રેતી ભરેલ ડમ્પર ઝડપ્યું હતું. ડમ્પર સહિત રેતીનો જથ્થો જપ્ત કરી બેચરાજી પોલીસ મથકે મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો.

મહેસાણા ખાણ-ખનીજ વિભાગના આસીસ્ટન્ટ જીઓલોજીસ્ટ બી.એમ.જલોન્ધરાના માર્ગદર્શન હેઠળ શનિવારે મહેસાણા ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર .કે.ઠાકોર અને તેમની ટીમ બેચરાજી આજુબાજુના ગામોમાં તપાસ કરી રહ્યા હતા. દરમિયાન બેચરાજી નજીક ૧૩૬૦૦ મેટ્રીક ટન ઓવરલોડ સાદી રેતી ભરેલ ડમ્પર ઝડપ્યું હતું. ડમ્પર ચાલક પાસે જરૃરી પરમીટ માંગતા તેની પાસે હોવાથી ખામ-ખનીજ વિભાગની ટીમે ઉક્ત ડમ્પર સહિત રેતી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બેચરાજી પોલીસ સ્ટેશને રાખી વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.

(5:59 pm IST)