Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અરવલ્લીના બાયડ-ચોઈલામા બે મંદિરો તસ્કરોના નિશાન બન્યા:ચરણ પાદુકા સહીત હજારોની મતાની ઉઠાંતરી થતા અરેરાટી

અરવલ્લી: શહેરના બાયડ અને ચોઇલાના બે મંદીરોમાં ત્રાટકીને નવા વર્ષનું મુર્હુત કર્યું છે. જેમાં સાઈબાબા અને બહુચરાજી માતાજીના મંદીરમાંથી ચોરો ચરણ પાદુકાની જોડીબે નંગ ચાંદીના છત્ર સહિતની હજારોની મતા ઉઠાવી ગયા છે.

બાયડ ચોઇલા રોડ ઉપર આવેલા સાઈબાબા બહુચરમાં મંદિરમાં તસ્કરોે હાથ અજમાવ્યો હતો જેમાં મંદિરના પુજારી લક્ષ્મણદાસ નોંધાવેલી ફરિયાદ મુજબ મંદિરની અંદર ચરણ પાદુકાઓ એક જોડી ચાંદીની સો ગ્રામની કિંમત 3000 નાની જોડે એક કિંમત 500 સાઇબાબાનું છત્ર બે નંગ ચાંદીનું કિંમત 4500 બહુચર માતાના મંદિરના ગર્ભગૃહમાંથી પંચધાતુની પાદુકા એક જોડ 500 રૃપિયા તેમજ ગણપતિની નાની મૂર્તિ 200 રૃપિયા કુલ મળી 9700ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ કરી આવા લૂંટારાઓને ઝડપથી પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેમાં પૂજારીની ફરિયાદના આધારે બાયડ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(5:59 pm IST)