Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પાલનપુરના દાંતીવાડામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વાવેતરમાં થયેલ નુકશાનની સામે વીમા કંપનીની ક્રૂર મજાક: ખેડૂતોમાં રોષની લાગણી છવાઈ

પાલનપુર: દાંતીવાડામાં કમોસમી વરસાદને ખેડૂત જેઠાભાઈ ચૌધરીના વાવેતરને નુકશાન થતા તેમના નુકશાનના વળતર માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ટોલ ફ્રી નંબર માહિતી આપવા માટે છેલ્લા બે દિવસથી ફોન લગાવી રહ્યા છે પરંતુ ટોલ નંબર પર રિંગ તો જાય છે પરંતુ સામેથી કોલ રિસીવ કરતું નથી. અને ક્યારેક તો રિંજ જતી બંધ થઈ જાય છે. સાથે ડાવસ ગામના ખેડૂત નરેશભાઈએ પણ ટોલ નંબર પર અનેક વાર કોલ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેમનો પણ ફોન લાગતો નથી. આમ જોકે દાંતીવાડા પંથકના અનેક ખેડૂતો પાકના નુકસાનનું વળતર મેળવવા માટે ટોલ ફ્રી નંબર પર ફોન કરી રહ્યા છે પણ નંબર લાગતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. જેને લઈ સરકાર અને તંત્ર કુદરતી આફતના સમયે ખેડૂતોને વળતર ચુકવવાના સમયે માત્ર ટોલ ફ્રી નંબર જાહેર કરીને ખેડૂતો સાથે મજાક કરતા ખેડૂતોમાં રોષની લાગણી છવાઈ છે.  કમોસમી વરસાદના કારણે વાવેતરને નુકશાનને ખેડૂતો સરકાર સામે બળાપો વ્યક્ત કરતા જોવા મળે છે અને સરકાર સત્વરે ખેડૂતોની વાહેર આવી નુકસાનનુ યોગ્ય વળતર ચુકવે તેવી માંગ કરી રહ્યા છે.

(5:58 pm IST)