Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુરતના પીપલોદમાં જમીંન દલાદને પૈસા બાબતે પરેશાન કરી આપઘાત કરવા માટે મજબુર કરનાર મિત્રની પોલીસે ધરપકડ કરી

સુરત: પીપલોદના ત્રિમૂત એપાર્ટમેન્ટમાં રહેતા જમીન દલાલ અને ઝીંગા તળાવ માલિક ચંદ્રકાંત પરસોત્તમ પટેલે તા.4 સપ્ટેમ્બરના રોજ રાત્રે રહેણાંક એપાર્ટમેન્ટના ધાબા પર પાણીની ટાંકી સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ચંદ્રકાંતે આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, દસ-બાર વર્ષ અગાઉ આથક સંકડામણમાં ફસાયેલા મિત્ર રાજેશ ઉર્ફે રાજુ કાચબો વાલજી ઉમરીગર (રહે.નવો મહોલ્લો, ઉમરાગામ)ને અન્ય મિત્રો પાસેથી વ્યાજે પૈસા અપાવ્યા હતા. આજે રાજેશની આથક સ્થિતી સારી છે, પરંતુ મેં અપાવેલા પૈસા પરત આપતો નથી. રાજુ કાચબાએ અન્યો પાસેથી લીધેલા વ્યાજના પૈસા ચુકવી દીધા છે. પરંતુ પોતે અપાવેલા પૈસા પરત આપ્યા નથી. મિત્રતામાં મદદ કરનાર ચંદ્રાકાંતે ભાઇએ વધુમાં લખ્યું હતું કે, રાજેશે પૈસા નહીં ચુકવતા પોતે વ્યાજ સાથે ચુકવણી કરી દીધી છે. પરંતુ હવે જયારે મને પૈસા પરત આપવાના છે ત્યારે રાજેશ વાયદા પર વાયદા કરે છે, મેં દોસ્તીમાં રાજેશને મદદ કરી હતી અને આજે તે સારી જીંદગી જીવતો થઇ ગયો છે અને મને તકલીફમાં મુકી દીધો છે. વ્યાજ ચુકવીને મારી પાસે હવે એક રૃપિયો રહ્યો નથી અને રાજેશને અપાવેલા પૈસાનું વ્યાજ ભરીને હું દેવાળીયો થઇ ગયો છું અને હવે હું વ્યાજ ભરી શકું તેવી સ્થિતીમાં નથી. જેથી મારી સાથે રાજેશે દગો કર્યો છે. ઉપરાંત અન્ય બે કાગળમાં રાજુ કાચબા સાથેના નાંણાકીય હિસાબો લખેલા હતા. સ્યુસાઇડ નોટના આધારે ઉમરા પોલીસે સપ્ટેમ્બરમાં ફરિયાદ નોંધી હતી. ત્યારથી રાજુ કાચબો ભાગતો ફરતો હતો જેને શનિવારે રાત્રે ઝડપી કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મળ્યા છે

(5:56 pm IST)