Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુરતના નાના વરાછામાં મચ્છરોનો ઉપદ્રવ દૂર કરાવવો રહીશને ભારે પડ્યો: ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેતા ખાતામાંથી 50 હજારની ઉચાપત

સુરત : નાના વરાછા સ્થિત શીવપાર્ક સોસાયટીમાં રહેતી ગૃહિણી પારૃલબેન ગૌતમ ભાદાણીનો પતિ ગૌતમ પુણે સ્થિત ફાર્મસી કંપનીમાં નોકરી કરે છે અને ત્યાં રહે છે. દિવાળીની તહેવાર હોવાથી ગૌતમ પરિવાર સાથે સુરત રહેવા આવ્યો હતો. પણ ઘરમાં મચ્છરનો ઉપદ્રવ હોવાથી તા.30 ઓકટોબરના રોજ ગુગલ પરથી સુરત મ્યુનિ.ના ઇસ્ટ ઝોન (વરાછા ઝોન)નો નંબર મેળવી મોબાઇલ નં.7980844630 પર સંર્પક કરી ધુમાડાની ગાડી મોકલી આપવા કહ્યું હતું. નંબર પરથી વાત કરનારે ધુમાડાની ગાડી મોકલવા માટે રૃ.10નો ચાર્જ ચુકવવો પડશે એમ કહી ગૌતમના મોબાઇલ પર એક લીંક મોકલાવી હતી. જે લીંકમાં ગૌતમે પત્ની પારૃલનું નામ લખી એક્સીસ બેંક મોબાઇલ એપ્લીકેશનનો પીન નંબર એન્ટર કર્યો હતો. પરંતુ બીજા દિવસે એટલે કે તા.નવેમ્બરના રોજ એક્સીસ બેંક ખાતામાંથી રૃ.50,925 કપાઇ ગયા હતા. મચ્છરના ઉપદ્રવથી બચવા માટે ધુમાડાની ગાડી મોકલાવવા રૃ.10નો ચાર્જ ચુકવવામાં રૃ.50 હજારથી વધુની રકમ ગુમવાનાર ગૌતમે ફરી પેલા મોબાઇલ નંબર પર ફોન કર્યો હતો. પરંતુ થોડી વારમાં ફોન કરવાનું કહ્યા બાદ ફોન ઉપાડયો હતો. જેથી પોતાની સાથે ઠગાઇ કરનાર મોબાઇલ નં.7980844630 ધારક વિરૃધ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

(5:54 pm IST)