Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુરત: ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસને 4 હજારનો દંડ ફટકારવો ભારે પડ્યો: યુવકે વિડીયો ઉતારી બદનામીની ધમકી આપતા પોલીસ ફરિયાદ

સુરત : શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોસઇ જે.. કંન્ડ્રેકોન્સ્ટેબલ રાજુ સામાભાઇ અને ટીઆરબી ગણેશ કૈલાશ સહિતના નાનપુરા મક્કાઇ પુલ સર્કલ રવિવારી બજાર પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે તેમની નજર મક્કાઇ પુલ સર્કલ નજીક સિમેન્ટ કોક્રીંટના મીલર મશીન નીચે બેસી વિડીયો ઉતારી રહેલા એક તરૃણ પર પડી હતી. તરૃણની બાજુમાં એક યુવાન ઉભો હતો. જેથી ટ્રાફિક પોલીસે ત્યાં દોડી જઇ વિડીયો ઉતારનાર તરૃણને પકડી લીધો હતો અને તેની બાજુમાં ઉભેલો યુવાન ભાગી ગયો હતો. તરૃણ પાસેથી પોલીસે મોબાઇલ લઇ ચેક કરતા તેમાં પોલીસનો વિડીયો હતો અને પુછપરછ કરતા તરૃણે કબુલાત કરી હતી કેમક્કાઇ પુલ સર્કલ પાસેથી એકટીવા પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસે ટ્રાફિક નિયમના ભંગ બદલ રૃા.હજારનો દંડ ફટકાર્યો હતો. જેથી ભાગી જનાર યુવાન રાહુલ ઉમાશંકર પાંડે (.. 18રહે. નવસારી બજાર ઢબુવાલાની ગલીમાં)ના કહેવાથી વિડીયો ઉતારતો હતો. બીજી તરફ ભાગી જનાર રાહુલ પાંડેએ રોડની સામે ઉભો રહી પોલીસને ધમકી આપી હતી કેજે તરૃણને પકડો છેતેને છોડી દો નહિંતર હું વિડીયો વાઇરલ કરી તમને બદનામ કરી દઇશ અને તમને અહીં ટ્રાફિકની કોઇ કામગીરી કરવા દઇશ નહીં. જેથી પોલીસ કર્મચારીઓ રાહુલને પકડવા માટે દોડયા હતા. પરંતુ તે ભાગી ગયો હતો. અંગે પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરતા અઠવા પોલીસ દોડી આવી હતી અને પોલીસે વિડીયો ઉતારનાર તરૃણ અને રાહુલ પાંડે વિરૃધ્ધ ગુનો નોંધી પોલીસ કમિશ્નરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી તરૃણને અટકાયતમાં લીધો હતો. 

(5:53 pm IST)