Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુરતમાં ટ્રાન્સપોર્ટના કર્મચારીએ 4.48 લાખના પાર્સલ દોઢ વર્ષથી મોકલવાનું કહી સગેવગે કરી દેતા શોધખોળ હાથ ધરવામાં આવી

સુરત: ભાઠેના મિલેનીયમ માર્કેટ-4ના પહેલા માળે દુકાન નં.૧૦૭૨માં સંકટ હરન ફેશન નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રામકુમાર રાજપ્રસાદ દુબે (રહે. રાહી ટાઉનશીપગંગાધરાબારડોલી)ને ત્યાં છેલ્લા દોઢ વર્ષથી પાર્સલ મોકલાવવાનું કામ કરતો હમવતની શિવપ્રકાશ ઉર્ફે ગુલ્લી ચંદ્રભાણ ચૌહાણને તા.24 ઓકટોબરના રોજ 250 નંગ લાજો સાડીના બે પાર્સલ કિંમત રૃ.લાખ, 120 નંગ કરિશ્મા સાડીનું એક પાર્સલ કિંમત રૃ.48 હજાર, 16 નંગ લેહંગાનું એક પાર્સલ કિંમત રૃ.2.40 લાખ મળી કુલ રૃ.4.88 લાખની મત્તાના પાર્સલ ઉત્તરપ્રદેશ મોકલાવવા માટે આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ શિવપ્રકાશ પરત આવ્યો હતો અને પાર્સલ લઇ જે ટેમ્પોમાં ગયો હતો તે ટેમ્પો મિલેનીયમ માર્કેટના પાકગમાંથી મળી આવ્યો હતો. જેથી દોડતા થયેલા રામકુમારે શિવપ્રકાશની શોધખોળ શરૃ કરી હતી. શિવપ્રકાશ મહારાષ્ટ્રના સાયણ ખાતે હોવાનું જાણવા મળતા રામકુમાર ત્યાં દોડી ગયો હતો. જયાં પાર્સલ પરત આપવાના બદલે  શિવપ્રકાશે પોલીસને જાણ કરી દીધી હતી. જોકેત્યાર બાદ મામલો થાળે પડતા રામકુમારે પરત સુરત આવી ઉધના પોલીસ મથકમાં શિવપ્રકાશ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

(5:52 pm IST)