Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી નરાધમ ભગાડી રફુચક્કર થઇ જતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને માણેજા વુડાના મકાનમાં રહેતો યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે પાણીગેટ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી બહેનપણીના ઘરે મહેંદી મુકવા જવાનું કહીને ગુમ થઇ ગઇ હતી. કિશોરીના પિતાએ તપાસ કરતા જાણ થઇ હતી કે, માણેજામાં રહેતો અલાઉદ્દીન નામનો યુવાન તેમની ૧૭ વર્ષની પુત્રીને ભગાડી ગયો છે. યુવાન પણ તેના ઘરેથી ગુમ થયેલો છે. અંગે કિશોરીના પિતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલાઉદ્દીનની શોધખોળ હાથ ધરી છે.

(5:52 pm IST)