Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વડોદરામાં વાઘોડિયા બ્રિજ નજીક રિક્ષામાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો: ડ્રાઈવરની ધરપકડ

વડોદરા: શહેરમાં પાણીગેટ બાવચાવાડના બુટલેગરે વાઘોડિયા બ્રિજ પાસેથી રીક્ષામાં ઇંગ્લીશ દારૃ ભરાયો હતો પરંતુ રીક્ષાચાલક બાવચાવાડ પહોંચે તે પૂર્વે પોલીસના હાથે પકડાઇ ગયો હતો.

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, એક રીક્ષામાં વિદેશી દારૃનો જથ્થો ભરીને આયુર્વેદીક ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનો છે. જેથી પાણીગેટ પોલીસે વોચ ગોઠવીને વિદેશી દારૃ ભરેલી રીક્ષા સાથે રીક્ષા ડ્રાયવર વસીમમીયા મુર્તુજામીયા શેખ (રહે. હુજરાત ટેકરા ભૂતડીઝાપા)ને ઝડપી લીધો હતો. પોલીસે રીક્ષામાંથી વિદેશી દારૃની ૬૮ બોટલ કિંમત રૃપિયા ,૪૦૦ ની કબ્જે લીધી હતી. પોલીસે દારૃ, રીક્ષા અને મોબાઇલફોન મળીને .૨૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વસીમે જણાવ્યું હતું કે પાણીગેટ બાવચાવાડમાં રહેતા સંતોષ નામના વ્યક્તિએ વાઘોડિયા ચોકડી બ્રિજ પાસે રીક્ષામાં દારૃના થેલા મૂક્યા હતાં અને બાવચાવાડ પહોંચાડવાનું કહ્યું હતું.

(5:50 pm IST)