Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વડોદરાના અણખોલમાં મહિલા ચિત્રકારના ઘરમાં કામ કરતી મહિલાએ તિજોરીની ચાવી તફડાવી સોના-ચાંદીના દાગીનાની તફડંચી કરી

વડોદરા: શહેરના અણખોલ ગામે રહેતા મહિલા ચિત્રકારના ઘરમાં કામ કરતી મહિલાએ તિજોરીની ચાવી તફડાવી સોના-ચાંદીના ઘરેણાંની તફડંચી કરી હોવાની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે મુળ કોલકત્તાના રહીશ પૌશાલી ઉદયશંકર દાસ તેમના પતિ શાંન્તનુ શ્રીપદસેન ગુપ્તા સાથે એપ્રીલ-૨૦૧૮થી વડોદરા નજીક અણખોલ ગામે તક્ષ ડિવાઇન ખાતે ભાડાના ઘરમાં રહે છે. પૌશાલી ચિત્રકાર છે જ્યારે તેમના પતિ મૂર્તિ બનાવવાનું કામ કરે છે. તેમના ઘેર અણખોલમાં રહેતી કાંતા પ્રવિણભાઇ તડવી ઘરકામ કરવા માટે આવતી હતીપૌશાલીએ તિજોરીમાં તપાસ કરતા સોના અને ચાંદીના રૃા. ૨૬ હજાર કિંમતના દાગીના ગાયબ હતાં અંગે તેમણે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે કાંતા તડવીની શોધખોળ હાથ ધરી છે.

(5:50 pm IST)