Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અમદાવાદ: ચાર દિવસથી યુવકનો મોબાઈલ ગૂમ થતા નોંધાયેલ ફરિયાદમાં કાર્યવાહી ન થતા યુવકે પોલીસને ધમકી આપી: યુવક વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરમાં ચાર દિવસથી મોબાઈલ ગુમ થવાની ફરિયાદ નોંધાવવા ધક્કા ખાઈ રહેલા યુવકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં આશિસ્ટંટ સબ ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી. પોલીસે યુવક વિરૃધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશિસ્ટંટ સબ ઈન્સ્પેક્ટર બળવંતભાઈ પોપટભાઈ એક ગુમ થયેલી વ્યક્તિ હાજર થતા તેનું નિવેદન નોંધી રહ્યા હતા. દરમિયાન એક શખ્સ પોલીસ સ્ટેશનમાં આવીને છેલ્લા ચાર દિવસથી હું મારા મોબાઈલ ગુમ થયાની ફરિયાદ કરવા આવું છું પરંતુ કોઈ ફરિયાદ લખતું નથી એમ કહીને જોરજોરથી બુમો પાડવા લાગ્યો હતો. આથી .એસ.આઈ. હાલ અમે જાણવાજોગના કામમાં ચીએ તોડીવાર બેસો એમ કહ્યું હતું. જોકે ઉશ્કેરાયેલા યુવકે હું હવે જોઉ છું કે તું કેવી રીતે પોલીસ ખાતામાં નોકરી કરે છે એમ કહીને ભાગવા લાગ્યો હતો

(5:47 pm IST)