Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ગુજરાત અનેક ક્ષેત્રોમાં નંબર વનઃ મુખ્ય સચિવ સિંઘ મુખ્યમંત્રીની હાજરીમાં પત્રકારો સાથે સ્નેહમિલન

 ગાંધીનગર તા. ૪ : દિવાળીના પર્વ પૂર્ણ થયા બાદ રાજયના મુખ્યમંત્રીશ્રીએ આજે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેનવા વર્ષના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજયો હતો.

આજના આ કાર્યક્રમની શરૂઆતમાં રાજયના મુખ્ય સચિવશ્રી ડો. જે.એન. સિંઘે ગુજરાત સરકારના વિકાસની વિસ્તૃત વિગતો આપી હતી જેમા આરોગ્ય સુવિધા શિક્ષણ સુવિધા નગરોના વિકાસ, ઉર્જાક્ષેત્ર, મેડીકલ કોલેજોની સંખ્યામાં વધારો આરોગ્યમાં ૧૪ હજાર નર્સોની જગ્યાએ પપ હજાર જેટલી નર્સોની ભરતી ઉપરાંત અમદાવાદ મુંબઇ મેટ્રોલાઇનની જમીન સંપાદનની કામગીરી પુર્ણ થવાના આરે છે. આ ઉપરાંત સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ યોજનાઓમાં ગુજરાત નંબર વન છે તેવી યાદી કરાવી હતી. આ સમયે રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, વગેરે સિનીયર મંત્રીઓ અને આઇએએસ અધિકારીઓ ઉપસ્થિત હતાં. મુખ્યમંત્રીએ માત્ર બે શબ્દોમાં ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

(3:35 pm IST)