Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

કુશળ, અર્ધ કુશળ અને બિન કુશળ કેટેગરીનાં તમામ શ્રમિકોના વેતનમાં ખાસ ભથ્થા તરીકે દૈનિક રૂ.૨૧ મળશે.

રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે

ગાંધીનગર :પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,  રાજ્યના શ્રમિકોનું માસિક લઘુત્તમ વેતન રૂ.૧૧,૪૬૬ થી વધીને ખાસ ભથ્થા સાથે વેતન રૂ. ૧૨,૦૧૨ થશે. આ વધારાથી રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે.
મંત્રીએ ઉમેર્યું કે, શ્રમિકોના હિતો અને કલ્યાણને વરેલી રાજ્ય સરકારે ચાલુ વર્ષે બજેટ સત્ર દરમિયાન વર્ષ-૨૦૨૩માં શ્રમિકોના લઘુત્તમ વેતનમાં ૨૫ ટકા જેટલો માતબર વધારો કર્યો હતો. હવે, માસિક રૂ. ૫૪૬નું ખાસ ભથ્થુ તેમના વેતનમાં આપવામાં આવશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ઝોન-૧ અને ઝોન-૨ના કુશળ, અર્ધ કુશળ અને બિન કુશળ કેટેગરીનાં તમામ શ્રમિકોના વેતનમાં ખાસ ભથ્થા તરીકે રૂ.૨૧ આપવામાં આવશે, જે તા.૧લી ઓક્ટોબર ૨૦૨૩થી તા.૩૧મી માર્ચ ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

(7:11 pm IST)