Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે “Western Zone Vice Chancellor's Conference on Implementation of NEP-2020” વેબ પોર્ટલનુ લોન્ચિંગ કરાયું

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિ

ગાંધીનગર :રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે Western Zone Vice Chancellor's Conference on Implementation of NEP-2020” વેબ પોર્ટલનુ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
  રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ અન્વયે પ્રી-વાઈબ્રન્ટ સમિટ તરીકે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્રારા “Western Zone Vice Chancellor's Conference on Implementation of NEP-2020” વિષય પર તા. ૨૬/૧૦/૨૦૨૩ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોની ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દિવ-દમણ અને દાદરાનગર હવેલી વિગેરે ૦૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, યુનિવર્સિટીઓના NEP કો-ઓડીનેટર્સ તથા એમ. એસ. યુનિવર્સિટી, બરોડાના ડીન, સરકારી કોલેજોના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આ કોન્ફરન્સનમાં રજીસ્ટ્રેશન અને કોન્ફરન્સને લગતી જરૂરી વિગતો દર્શાવતું  એક વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેનું આજે મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે  લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
આ URL સાથે https://conferencewz.gujgov.edu.in/ અધતન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોન્ફરન્સની પૂર્વભૂમિકા આપતો શોર્ટ વિડિયો, હેતુ, પેનલ ડિસ્કશનના મુદ્દાઓ અને શિડ્યુલ સ્પીકરની માહિતી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માહિતી વગેરે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
કેવડિયા ખાતે યોજાનાર આ કોન્ફરન્સ યુજીસી દ્વારા વેસ્ટર્ન ઝોનને જે જવાબદારી સોંપવામાં આવી છે તે અન્વયે રાષ્ટ્રીય નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે યોજવામાં આવી રહી છે. આ કોન્ફરન્સમાં ગુણવત્તા સભર શિક્ષણ, સુયોગ્ય સંચાલન, સૌને સમાન શિક્ષણ મળે, સ્કિલ શિક્ષણ અને શિક્ષણ વચ્ચે સુમેલ ઊભો થાય, હોલીસ્ટિક એજ્યુકેશન, સંશોધનો, એન્ટરપ્રિનિયરશીપ જેવા મુદ્દાઓ પર ચર્ચા થયા પછી તેના અમલીકરણના મુદ્દા તૈયાર થશે. જેથી વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ, રોજગારીની વિશાળ તકો , ઉચ્ચ શિક્ષણના શિક્ષણના વિસ્તૃત શિક્ષણ અને નવા અભ્યાસક્રમોનો લાભ મળશે.
આ લોન્ચિંગ પ્રસંગે શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ મુકેશકુમાર, ટેકનીકલ શિક્ષણ વિભાગના કમિશ્નર બંછા નીધી પાની, ઉચ્ચ શિક્ષણ વિભાગ કમિશ્નર પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં

   
(6:58 pm IST)