Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ગાંધીનગર :વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી હીરજીભાઈ કારણીયા તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ શાહે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

  ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ શાહે શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ જણાવ્યું હતું કે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહીને ભારતની આઝાદીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. તેમનું સ્વપ્ન હતું કે, તેમના અસ્થીઓને ભારતમાં લઈ જવામાં આવે. તેમના મૃત્યુ બાદ તેમના અસ્થિઓને જિનીવા ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના ૫૫ વર્ષો બાદ સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અસ્થિને દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું હતું.
   આ વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબહેન મહેતા તથા વિધાનસભાના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા

   
(6:42 pm IST)