Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પેટાચૂંટણીના પેટાચૂંટણીના મતદાન માટે કામદારોને સવેતન રજા આપવાની રહેશે

સવેતન છૂટ-રજા અથવા વારાફરથી ત્રણ કલાકની ખાસ રજા માટે વ્યવસ્થા

 

અમદાવાદ : આગામી તા.21 ને સોમવારના રોજ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો ઉપર તેમજ તા.22 ને મંગળવારના રોજ વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાનાર છે. જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એકટ 2019 હેઠળ નોંધાયેલા વિવિધ સંસ્થાઓના મતાધિકાર ધરાવતા શ્રમયોગીઓ-કર્મચારીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે સવેતન છૂટ-રજા અથવા વારાફરથી ત્રણ કલાકની ખાસ રજા મળી રહે તેવી સંબંધિતોએ વ્યવસ્થા કરવાની રહેશે.

ઉપરાંત રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી/કામદારોના કિસ્સામાં પણ જો તેઓ ફરજ પર હોત અને જે મહેનતાણું/પગાર મેળવતા હોય તે મહેનતાણું/પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિકે/નોકરીદાતાએ ચુકવવાનું રહેશે. કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલીક/નોકરીદાતા દંડ/શિક્ષા પાત્ર રહેશે તેમ, શ્રમ નિયામકની યાદીમાં જણાવાયું છે.

(12:14 am IST)