Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પશ્ચિમ રેલવે દ્વારા 37 જેટલી ટ્રેનોમાં એસી, સ્લીપર અને જનરલ કોચના એક્સ્ટ્રા કોચ લગાવવા નિર્ણંય

દિવાળી વેકેશનમાં તમામ ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ વધતા નિર્ણંય કરાયો

 

અમદાવાદ : દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ મુસાફરોને હાલાકી પડે તે માટે મહત્વનો નિર્ણય કરાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા 37 જેટલી ટ્રેનોમાં એસી, સ્લીપર અને જનરલ કોચના એક્સ્ટ્રા કોચ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

  દિવાળી વેકેશન આવતાની સાથે તમામ ટ્રેનોમાં વેઇટિંગ લીસ્ટ વધી જતાં રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ કેટલાક મુસાફરોને રેલવેના નિર્ણય બાદ આંશિક લાભ મળશે. જોકે, આવનારા દિવસોમાં રેલવેને વધારાની ટ્રેનોનું પણ સંચાલન કરવું પડશે તો મુસાફરોને પૂરતી રાહત મળશે.

(11:45 pm IST)