Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અમદાવાદના રોજગાર મેળોમાં 50થી વધુ કંપનીઓ દ્વારા છ હજાર યુવકોને જોબ ઓફર

15 હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

 

અમદાવાદ : બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના નિર્ધાર સાથે અમદાવાદમાં પણ રોજગાર મેળો યોજાયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત રોજગાર મેળામાં મુખ્ય સચિવ જે.એન.સિંહ હાજર રહ્યા હતા.રોજગાર મેળામાં 50થી વધુ કંપનીઓ દ્વારા હજાર લોકોને જોબ ઓફર કરવામાં આવી હતી. 15 હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. અત્યાર સુધી રાજ્યભરમાં 27 રોજગાર મેળા યોજાયા છે. અને 30 હજારથી વધુ યુવાનોને રોજગારી મળી છે. જ્યારે 10 વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસશીપ મળી છે.

(11:11 pm IST)