Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ચૂંટણી પંચે સરકારની શિક્ષકોની ભરતી યોજના પર લગાવી રોક

રાજ્ય શિક્ષણ ખાતાએ ૭૦૦૦ શિક્ષકોની ભરતીની પ્રક્રિયાને મુલતવી રાખી

અમદાવાદ : રાજ્યના ચુંટણી પંચે આચારસંહિતાનો ભંગ કરી રહેલી સરકારની શિક્ષકોની ભરતી યોજના ઉપર રોક લગાવી દીધો છે. આ આચારસંહિતા ગુજરાતની વિધાનસભાની ૪ બેઠકો ઉપર યોજાયેલી પેટા ચુંટણીના પગલે લાગુ કરવામાં આવી છે.

આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતાએ૭૦૦૦ શિક્ષકોની ભરતીની પ્રક્રિયાને મુલતવી રાખી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતાએ જાહેરાત કરી હતી કે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશાળાઓમાં ૫ વર્ષના લાંબા સમય પછી ૭૦૦૦ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ૧૦મી ઓક્ટોબરથી શરુ થશે. પરંતુ રાજ્યના ચુંટણીપંચે આઅરજીને રદ કરી દીધી હતી કારણકે તે આચારસંહિતાની વિરુદ્ધમાં જાય છે

  અત્રે ઉલ્લેખનીય છે કે  આચારસંહિતા સરકારને ચુંટણી નજીક હોય ત્યારે કોઈ પણ નોકરી અથવા અન્ય પ્રજાલક્ષી જાહેરાત કરવાથી રોકે છે.

ગયા મહિને રાજ્યના વિદ્યાર્થીઓએ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડી રહેલી જગ્યાઓની બાબતના વિરોધમાં દેખાવો યોજ્યા હતા. રાજ્ય સરકારે ઠેર ઠેર કેમ્પ યોજીને રાજ્યમાં શિક્ષકોની કેટલી સંખ્યામાંઘટ પડી રહી છે તેને લગતી માહિતી એકઠી કરી હતી

(9:38 pm IST)