Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મઘરોલમાં ઢોલ વગાડવાની ના કહેવા બાબતે એકને ધારીયું માર્યું

સોજીત્રા તાલુકાના મઘરોલ ગામની ઊંટીયાપુરા સીમમાં રહેતો વિનુભાઈ રાજાભાઈ રાઠોડ આજે સવારના ૧૧ કલાકે શક્તિમાતાના મંદિર પાસે બેઠો હતો. થોડીવારમાં ભલુભાઈ ડાહ્યાભાઈ રાવળ ત્યાં આવી ચઢ્યો હતો અને ઢોલ વગાડવાનું ચાલુ કર્યું હતુ.

દરમ્યાન ભરતભાઈ રમણભાઈ રાઠોડ, જયંતિભાઈ રમણભાઈ રાઠોડ, કનુભાઈ રમણભાઈ રાઠોડ અને અજયભાઈ જયંતિભાઈ રાઠોડ આવી ચઢ્યા હતા અને વિનુભાઈને જણાવ્યું હતુ કે, તેં ભલુભાઈને ઢોલ વગાડવાની ના પાડી હતી. જેથી વિનુભાઈએ ના પાડતાં ભરતભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસેનુ ંધારીયું મારતાં ડાબા હાથે ઈજાઓ થવા પામી હતી. ત્યારબાદ ચારેયે ભેગા મળીને ગડદાપાટુનો માર માર્યો હતો. અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

 

(5:52 pm IST)
  • ગાંધી જયંતિની ઉજવણી દરમિયાન મધ્ય પ્રદેશના રીવા શહેરમાં અસ્થિ કુંભની ચોરી : મહાત્મા ગાંધીના ફોટા ઉપર " રાષ્ટ્રદ્રોહી " લખી અસ્થિ કુંભ ઉપાડી જઈ અજ્ઞાત શખ્સો પલાયન access_time 12:14 pm IST

  • સાંજે ૭ વાગે ઇન્સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર માં કયાંક કયાંક વાદળા જોવા મળે છે જયારે મહારાષ્‍ટ્ર અને દક્ષ્ણિના રાજયોમાં ધટાટોપ વાદળા છવાયા access_time 8:36 pm IST

  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST