Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રાસનોલ ખળીમાંથી ૬૪ હજારની મત્તાની તમાકુની ચોરી

આણંદ તાલુકાના રાસનોલ-ગબાપુરા રોડ ઉપર આવેલી તમાકુની ખળીમાંથી ૬૪ હજારની મત્તાની તમાકુની ચોરી થવા પામતાં અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાસનોલ ખાતે રહેતા ચીમનભાઈ રણછોડભાઈ પટેલનું ગબાપુરા રોડ ઉપર તમાકુનુ ંગોડાઉન આવેલું છે જેને યુપીમાં રહેતા પંકજકુમાર તીવારીએ ભાડેથી લીધું છે અને પંકજ એન્ટરપ્રાઈઝના નામે તમાકુનો લે-વેચનો ધંધો કરે છે.

ગત ૨૩મી તારીખના રોજ રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને પાછળના ભાગે આવેલ ગોડાઉનની છતનું પતરું ઊંચુ કરીને અંદર પ્રવેશ કરી અંદરથી તમાકુની ૧૬૦ ફોલની ગુણો કે જેની કિંમત ૬૪ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(5:51 pm IST)
  • સુરતનાં વરાછા વિસ્તારમાં અત્યારે સાંજે ૫ વાગ્યે જોરદાર વરસાદી ઝાપટું પડી ગયું access_time 8:21 pm IST

  • કોટેચા ચોકથી નાનામવા પુલ સુધીનો કાલાવડ રોડ પહોળો કરવા ૮૭ મિલ્કતોને નોટીસ : લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કાલાવડ રોડને બન્ને બાજુએ ૩-૩ મીટર પહોળો કરવા ૮૭ જેટલી મિલ્કતોને નોટીસઃ હવે ટુંક સમયમાં વાંધા અરજીઓની સુનાવણી થશે access_time 3:59 pm IST

  • પ્રોફેશનલ ક્રિકેટર્સ અસોસીએશનનો પ્લેયર ઓફ ધ યર બન્યો બેન સ્ટોકસ access_time 3:59 pm IST