Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સમાદરા અને કરોલીમાંથી ૧૨ શખ્સો જુગાર રમતાં ઝડપાયા

ખેડા તાલુકાના સમાદરા ગામ નજીક ભાલીયાપુરા રોડ પર આવેલ એક ખુલ્લા ખેતરમાં ખેડા ટાઉન પોલીસની ટીમેે દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં.

જેમાં સુરેશભાઈ ડાહ્યાભાઈ તળપદા, બળદેવભાઈ નારણભાઈ વસાવા, બળદેવસિંહ ભુરૂસિંહ વાઘેલા, ધનજીભાઈ રતીલાલ ઠાકોર, પ્રવિણભાઈ રઘાભાઈ વણકર અને અજીતભાઈ ઠાકોરભાઈ વસાવાનો સમાવેશ થાય છે. જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૬૨૪૦ તેમજ દાવ પરથી રૂ.૭૦૦ મળી કુલ રૂ.૬૯૪૦ની મત્તા મળી આવતાં જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:51 pm IST)
  • બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતની મુલાકાતે : આવતીકાલ શનિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત : બંને દેશો વચ્ચે વ્યવસાય વધારવા મંત્રણા થશે access_time 1:01 pm IST

  • પ્રધાનમંત્રીને લાયક નથી ઇમરાનખાન : ભારતે કહ્યું ઈમરાનને રાજનીતિજ્ઞ શિષ્ટચાર પણ આવડતો નથી : એટલા માટે ઇમરાન પ્રધાનમંત્રી જેવા પદને લાયક નથી access_time 12:53 am IST

  • કઠોળ પર સ્ટોક લિમિટ લગાવવાની કોઈ વિચારણા નથી :કેન્દ્રના ગ્રાહક મામલાના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે સરકારી એજન્સીઓ પાસે કઠોળનો પર્યાપ્ત ભંડાર છે અને કિંમતો પણ નિયંત્રણમાં છે ત્યારે કઠોળની સ્ટોક લિમિટ લાદવી જરૂરી નથી access_time 1:09 am IST