Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કપડવંજ રેલવે સ્ટેશન નજીક સોસાયટીમાં ઘર પાસે નેટ બાંધવા જેવી નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: પુત્ર-પુત્રવધૂએ પિતાને ઢોરમાર મારતા અરેરાટી

કપડવંજ: શહેરના રેલવેસ્ટેશન નજીક આવેલ નવનીતપાર્ક સોસાયટીમાં ઈન્દ્રરાજ રામજી યાદવ રહે છે. ઘરની બાજુમાં તેઓનું બીજુ મકાન આવેલુ છે. તેઓએ મકાન તેમના પુત્ર મનિષને રહેવા માટે આપ્યું છે. જેમાં મનિષ અને તેની પત્ની ફરીદાબેન રહે છે.

 

ગતરોજ વહેલી સવારે વાગ્યાના અરસામાં તેઓ ઘરની બહાર બ્રશ કરતાં હતાં. તે વખતે તેમનો પુત્ર મનિષ અને પુત્રવધુ ફરીદાબેન મનિષભાઈ યાદવે ઘરની બાજુમાં નેટ બાંઘવા મુદ્દે ગમે તેમ ગાળો બોલી પિતા ઈન્દ્રરાજ સાથે ઝઘડો કર્યો હતો. તે વખતે ઘરમાં હાજર ઈન્દ્રરાજની પુત્રી સુનિતાબેન ઘર બહાર આવી ભાઈ-ભાભીને ઠપકો આપવા લાગ્યાં હતાં. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા મનિષભાઈ અને ફરીદાબેન ભેગા મળી તેમના પિતા ઈન્દ્રરાજને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં.

(5:49 pm IST)