Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મોડાસા: શામળાજી નજીક જુદા-જુદા વાહનોમાંથી 4.68લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 6 આરોપીઓને ઝડપ્યા

મોડાસા:નેશનલ હાઈવેના શામળાજી નજીક આવેલા સર્વોદય આશ્રમ નજીકના માર્ગોથી પસાર થતા જુદાજુદા 4 વાહનોમાંથી રૃ.6,48,420ની કિંમતનો વિદેશી દારૃનો જથથો રાજયની સ્ટેટ મોનીટરીંગ સેલે છાપો મારી ઝડપી લીધો હતો.પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૃની હેરાફેરીમાં સંડોવાયેલા 4 વાહનોમાંથી શખ્શો ઝડપી લેવાયા હતા.અને મદદગાર અન્ય 12 બુટલેગરો સહિત 18 આરોપીઓ વિરૃધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કુલ રૃ.24,64,120 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

શામળાજી નજીક ના ઓવરબ્રીજ પાસે ગત મંગળવારની મધ્યરાત્રી રાજયના સ્ટેટ મોનીટરીંગ સેલના પોસઈ .એસ.ચાવડા સહિતની ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે ર્વાચ ગોઠવાઈ હતી.ગાંધી જયંતિ ની ઉજવણી પૂર્વે સર્વોદય આશ્રમ નજીક ગોઠવાયેલા ર્વાચ દરમ્યાન માર્ગ પર થી પસાર થતાં જુદાજુદા 4 વાહનોને ટીમે અટકાવી ચેકીંગ હાથ ધરતાં વાહનોમાંથી રૃ.6,48,420 ની કિંમતના વિદેશી દારૃ- બીયર ની 2282 બોટલોનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પડાયો હતો.

(5:49 pm IST)