Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મોડાસા તાલુકાના ગઢા ગામની સીમમાં પસાર થતી નદીમાં પાણીના વહેણમાં 40 વર્ષીય યુવક તણાયો: પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો

મોડાસા: તાલુકાના ગઢા ગામની સીમમાંથી પસાર થતી મેશ્વો નદીની ડીપ ઉપર થી પસાર થઈ રહેલ ગામના 40 વર્ષિય યુવક પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જતાં નદીમાં ડૂબ્યો હતો.મોડી સાંજ સુધી હાથ ધરાયેલ યુવકની શોધખોળ બાદ પણ પત્તો નહી લાગતાં પરીવારજનોમાં ચીંતા છવાઈ હતી.સ્થાનિક વહીવટી તંત્રને બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડ ની ટીમ કામે લગાવાઈ હતી. પરંતુ મોડે સુધી યુવકનો પત્તો નથી લાગતાં પરીવારજનોમાં ભારે ચીંતા છવાઈ હતી.

 ચાલુ વર્ષે જિલ્લામાં વરસેલા ભારેથી અતિભારે વરસાદ ને લઈ નદી,નાળા અને જળાશયો છલકાઈ ગયા છે.ગત સોમવારના રોજ જિલ્લામાં આવેલ ચક્રવાત અને મૂશળધાર વરસાદ ને લઈ નદીઓમાં ભારે પૂર ની સ્થિતિ સર્જાઈ છે.તાલુકાના ગઢા ગામ ની સીમમાંથી વહેતી મેશ્વો નદીમાં આવેલા ભારે પાણીનો પ્રવાહ ડીપ ઉપર થી પસાર થતાં ગત મંગળવાર ના રોજ ગઢા ગામના 60 વર્ષિય વૃધ્ધ ડીપ ઉપર થી નદીમાં તણાઈ મોત ને ભેટયા હતા.ત્યારે ઘટનાના ત્રીજા દિવસે ડીપ ઉપરથી પસાર થઈ રહેલ વીરચંદભાઈ નામનો યુવક પાણીના ભારે પ્રવાહમાં ડીપ ઉપર થી તણાઈ નદીમાં ખાબક્યો હતો.

(5:48 pm IST)