Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ખંભાત તાલુકાના મોતીપુરામાં નજીવી બાબતે જૂથ અથડામણ: સામસામે હુમલામાં ચારને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખંભાત: તાલુકાના મોતીપુરા ખાતે ગતરોજ દરમ્યાન રસ્તામાં ઢોરો તેમજ બાઈક પાર્ક કરવા મામલે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો તથા બંને જુથના ટોળેટોળા સામસામે આવી જતા અથડામણ સર્જાઈ હતી. જે દરમ્યાન ચારને ઈજાઓ પહોંચતા બંને જૂથો દ્વારા ખંભાત રૂરલ પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત તાલુકાના મોતીપુરા ખાતે ગતરોજ બપોરના સમયે ફળીયાના ભાણેજ રવિભાઈ ચંદુભાઈ વાઘેલા ધર્મજ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઝાલાભાઈ ભગવાનભાઈ ભરવાડ તથા સંજયભાઈ કાશીભાઈ ભરવાડ સાથે ઢોર હટાવવા મામલે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો નીપટી ગયો હતો. પરંતુ સાંજના :૦૦ વાગ્યા દરમ્યાન મથુરભાઈ અશોકભાઈ અને રવિભાઈ દૂધની ડેરી પાસેના બાકડા ઉપર બેઠા હતા ત્યારે શૈલેષ ગગજીભાઈ ભરવાડ, દિનેશ બચુભાઈ ભરવાડ દૂધ ભરવા માટે આવ્યા હતા તથા શૈલેષે રવિને જોઈ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલતા મામલો બીચક્યો હતો તથા ઉગ્ર બોલાચાલી થતા તેણે દૂધની બરણી બરડામાં મારી દીધી હતી. ઝઘડાની જાણ થતા ખોડાભાઈ હાથીભાઈ ભરવાડ, ભગવાન કાનજીભાઈ ભરવાડ, ગગજી હરીભાઈ ભરવાડ, સંજયભાઈ કાશીભાઈ ભરવાડ લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને ભીખાભાઈ તેમજ સુરેશભાઈને માર મારતા તેમને ઈજાઓ પહોંચતા ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

(5:48 pm IST)