Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સુરતના કામરેજમાં કારખાનેદારો પાસેથી હોમ લોન કરાવી આપવાના બહાને 1.28 લાખ પડાવી છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:કામરેજના વાવ ખાતે બે ફ્લેટ ખરીદનાર કામરેજના ફેબ્રીકેશનના કારખાનેદારને હોમ લોન કરાવી આપવાના બહાને કતારગામના એજન્ટે પૈસા લઈ લોનની ફાઈલ બેન્કમાં મૂકી હતી અને બેન્કનો બનાવટી સેન્કશન લેટર આપી છેતરપિંડી આચરી હતી. એજન્ટે રીતે કારખાનેદાર સહિત ચાર વ્યક્તિ પાસેથી કુલ રૂ.1.28 લાખ પડાવ્યા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કામરેજ ખાતે વાવ એસઆરપી કેમ્પની સામે શાન્તમ એવન્યુમાં રહેતાં અને કોસમાડી પાટીયા ખાતે ફેબ્રીકેશનનું કારખાનું ધરાવતા મુકુંદભાઈ દામજીભાઈ ભાડેશીયાએ પોતાના ભાઈ મહેશ સાથે વાવ સ્થિત સાંઈ રેસીડેન્સીમાં બે ફ્લેટ ખરીદ્યા હતા અને તેના ટોકન પેટેની રકમ આપી બાદમાં બંને ફ્લેટની રૃ36 લાખની લોન કરવા માટે કતારગામ કોઝવે રોડ કૃષ્ણજીવન સોસાયટીમાં રહેતા એજન્ટ મૌલિક ઘનશ્યામભાઈ બોદરાને વાત કરી હતી. ચાર માસ અગાઉ મૌલિકે મુકુંદભાઈ પાસેથી જરૃરી દસ્તાવેજો અને ફાઈલ પેટે રોકડ રકમ મેળવી બાદમાં બેન્ક ઓફ બરોડા વેડ રોડ શાખાનો લોન સેન્કશન લેટર અને બે ચેકની નકલો આપી લોન મંજૂર થઈ છે એમ કહ્યું હતું.

(5:40 pm IST)