Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પોલીસે ગૌમાંસનું વેચાણ કરનાર શખ્સને 2156 કિલો માંસના જથ્થા સાથે ઝડપ્યો: 2 ફરાર

વડોદરા: શહેરના નવાયાર્ડ ખાટકીવાડમાંથી ફતેગંજ પોલીસે ગૌમાંસ તથા અન્ય માંસનો ૨૧૫૬ કિલોનો જથ્થો ઝડપી પાડયો હતો. ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

અંગેની વિગત એવી છે કે ગત ૨૨મી સપ્ટેમ્બરે ફતેગંજ પોલીસે નવાયાર્ડ ખાટકીવાડમાંથી ગૌમાંસ તથા અન્ય માંસનો જથ્થો મળીને કુલ ૨૧૫૬ કિલો માંસ કિંમત રૃપિયા .૦૭ લાખનો જથ્થો ઝડપી પાડયો હતો. ફતેગંજ પોલીસે કેસમાં કુલ સાત આરોપીને પકડયા હતા. જેમાં . રફીક કાસમભાઈ કુરેશી . હાજીકાદર મહંમદ હુસેન કુરેશી . હુસેન ગુલામ કુરેશી . અલ્લારખા હાજી અબ્દુલ રહેમાન કુરેશી (તમામ રહે. ખાટકીવાડ, નવાયાર્ડ) () મહંમદ ઈમરાન કુરેશી (રહે. બોરસદ જિ. આણંદ) () આરીફ ઉર્ફે ગણપતિ રહીમભાઈ કુરેશી (રહે. રોહિતવાસ બોરસદ આણંદ) અને . રસીદ મોહમદ ગુલામ મહંમદ શેખ (રહે. માળી ફળિયુ, જેતલપુર પ્રાથમિક શાળા પાસેની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી શાહબુદ્દીન બાબુભાઈ કુરેશી (રહે. ખાટકીવાડ નવાયાર્ડને પકડવાનો હજી બાકી છે.

(5:40 pm IST)