Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વડોદરા: અટલાદરા-માંજલપુરના બ્રિજને જોડતા રોડ પર મસમોટા ખાડા પડતા પુરાણનો ખર્ચ કોર્પોરેશનને 9.34 લાખમાં પડયો

વડોદરા: શહેરમાં પાંચ વર્ષ અગાઉ અટલાદરા- માંજલપુરને જોડતા બ્રિજના ઉદઘાટન બાદ અઠવાડિયા બાદ તેના એપ્રોચ રોડ પર મોટા ગાબડા પડી ગયા હતા

ગાબડાનું પ્રકરણ ખૂબ વિવાદિત બન્યું હતું. અને વિધાનસભામાં પણ તે પ્રશ્ન ચમક્યો હતો. હવે ગાબડા પૂરાણ માટે અને એપ્રોચ રોડ મજબૂત કરવા રૃા..૩૪ કરોડ ખર્ચ કરવામાં આવશે.

અટલાદરા-માંજલપુરને જોડતા ૩૬ મીટર રોડની કામગીરી ચાલુ છે. રોડલાઇનમાં વિશ્વામિત્રી નદી ઉપર રીવર બ્રીજની કામગીરી કરવામાં આવેલી હતી. વર્ષ ૨૦૧૪ માં ભારે વરસાદના કારણએ બ્રીજના એપ્રોચમાં મોટી પુરાણને નુકસાન થતા ગાબડા પડયા હતા.

(5:39 pm IST)