Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

નરોડા જીઆઇડીસીમાં ખુલ્લી દુકાનમાંથી ફક્ત ત્રણ મિનિટમાં 1. 75 લાખની ચોરી કરીને ગઠીયો ફરાર

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : પોલીસ ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદના દિવસેને દિવસે ક્રાઇમનો રેટ વધતો જઈ રહ્યો છે. ત્યારે નરોડા જીઆઇડીસીમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક ગઠિયો ખુલ્લી દુકાનમાંથી ફક્ત ત્રણ મિનિટમાં જ 1. 75 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો.હતો જો કે આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.

  ઘટનાની જાણ થતા પોલીસ તત્ત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(1:45 pm IST)