Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રાજ્યના સચિવાલયમાં પ્લાસ્ટિક પર સ્વૈચ્છીક પ્રતિબંધ: રાખવા નિર્ણંય :પ્લાસ્ટિકની બદલે કાચની ક્રોકરી વપરાશે

પ્લાસ્ટિકના ફાઇલ ફોલ્ડરની જગ્યાએ કાગળની ફાઇલ વાપરવા અપીલ

અમદાવાદ : ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાની શરુઆત સચિવાલયથી કરવામાં આવી છે. સરકારી ઓફિસોમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ રાખવાનો સ્વૈસ્છિક નિર્ણય કરાયો છે જેમાં ઘણી બધી નાની નાની વસ્તુંઓમાં વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ વન ટાઇમ યુઝ પ્લાસ્ટિક નહી વાપરવા દેશવાસીઓને આહવાન કહ્યું છે. સમગ્ર દેશવાસીઓ પીએમની આ પહેલમાં જોડાયા છે. ગુજરાત સરકારે આ દિશામાં એક સરાહનીય કામ કર્યું છે. સચિવાલય અને સરકારી ઓફિસોએ સ્વૈસ્છિક રીતે પ્લાસ્ટીકથી દુર રહેવા તરફ ડગ માંડ્યા છે.

પ્લાસ્ટિક મુક્ત અભિયાનની સચિવાલયથી શરૂઆત કરવામાં આવી છે. સરકારી ઓફિસમાં પ્લાસ્ટિક નહી વાપરવા સ્વેચ્છિક નિર્ણય કરાયો છે. સરકારી કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પ્લાસ્ટિકના ફાઇલ ફોલ્ડરની જગ્યાએ કાગળની ફાઇલ વાપરવા અપીલ કરાઇ છે. પ્લાસ્ટિકનાં ગ્લાસ, પ્લેટની જગ્યાએ હવે કાચની ક્રોકરી વાપરવા સૂચન કરાયું છે.

(1:31 pm IST)
  • સાંજે ૭ વાગે ઇન્સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર માં કયાંક કયાંક વાદળા જોવા મળે છે જયારે મહારાષ્‍ટ્ર અને દક્ષ્ણિના રાજયોમાં ધટાટોપ વાદળા છવાયા access_time 8:36 pm IST

  • પ્રધાનમંત્રીને લાયક નથી ઇમરાનખાન : ભારતે કહ્યું ઈમરાનને રાજનીતિજ્ઞ શિષ્ટચાર પણ આવડતો નથી : એટલા માટે ઇમરાન પ્રધાનમંત્રી જેવા પદને લાયક નથી access_time 12:53 am IST

  • ગંગા નદીમાં મૂર્તિ વિસર્જન કરનારને પ૦,૦૦૦ નો દંડ થશેઃ કેન્દ્ર સરકારે બહાર પાડયો આદેશઃ સહાયક નદીમાં પણ મૂર્તિ વિસર્જન ઉપર પ્રતિબંધ ગણેશ વિસર્જન, વિશ્વકર્મા પૂજા, દશેરા, દિવાળી, છઠ્ઠ પૂજા, સરસ્વતી પૂજા વગેરે તહેવારોમાં પણ નહિ access_time 11:27 am IST