Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગુજરાતના ગામડાઓમાં જીવનમાં વોટર એટીએમથી પરિવર્તન

એટીએમનું ઈન્સ્ટોલેશન પીવાના સ્વચ્છ પાણીની સરળ ઉપલબ્ધતા માટે જરૂરીયાત પૂર્ણ કરે છે : ગ્રામજનોએ પોતાના અનુભવો વ્યકત કર્યા

રાજકોટ, તા. ૪ : ગુજરાતમાં વરસાદની પેટર્ન અનિયમિત અને અસમાન છે, જે વિવિધ વિસ્તારોમાં પાણીનાં અસંતુલિત વિતરણ તરફ દોરી જાય છે. દેશનાં જળસ્ત્રોતોમાં અત્યારે ગુજરાત ફકત ૨ ટકા હિસ્સો ધરાવે છે, જયારે દેશની વસતિમાં ગુજરાતનો હિસ્સો ૫ ટકા છે. પીવાનું સ્વચ્છ પાણી માનવજાત માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. પોતાની સીએસઆર પહેલનાં ભાગરૂપે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે રાજુલા તાલુકાનાં ૧૨ ગામડાઓમાં ઓટોમેટેડ વોટર એટીએમ સ્થાપિત કર્યા હતાં. ટૂંકા ગાળામાં ડાયરિયા, પેટમાં દુઃખાવો, સાંધાનાં દુઃખાવા વગેરે જેવા રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ચટ્ટાડિયા ગામનાં ૫૪ વર્ષીય જયેશભાઈ આ પ્રકારનાં એક ગ્રામીણજન છે, જેમણે વોટર એટીએમનો ઉપયોગ શરૂ કર્યા પછી એમનાં પરિવારનાં સભ્યોનાં સ્વાસ્થ્યમાં અગાઉનાં દિવસોની સરખામણીમાં સુધારો થયો છે. તેઓ કહે છે કે, વોટર એટીએમ દ્વારા પ્રદાન કરવામાં આવતું પાણી ભવિષ્ય માટેનું સ્વાસ્થ્ય છે.

એ જ રીતે જોલાપુરનાં ૫૦ વર્ષની વય ધરાવતાં ખેડૂત લક્ષ્મીબેન એમનો મોટા ભાગનો દિવસ ખેતરમાં કામ કરવામાં પસાર કરે છે અને એમનાં ગામમાં વોટર એટીએમનાં પાણીનો ઉપયોગ કરે છે. પીવાનાં સ્વચ્છ પાણીની સરળ ઉપલબ્ધતાથી સંતુષ્ટ તેઓ કહે છે કે, અન્ય કોઈ પણ પાણી કરતાં આ પાણીનો સ્વાદ અને ગુણવત્ત્।ા સારી છે. લક્ષ્મીબેને ઉમેર્યું હતું કે, એટીએમનું ઇન્સ્ટોલેશન પીવાનાં સ્વચ્છ પાણીની સરળ ઉપલબ્ધતા માટે અમારી જરૂરિયાતને પૂર્ણ કરે છે. એપીએમ ટર્મિનલ્સની આ પહેલથી મોટા પાયે અમને લાભ થયો છે અને અમારું જીવન સ્વસ્થ બન્યું છે.

(1:11 pm IST)