Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીના 11 મહિનામાં 22 ,09,507 પ્રવાસીઓ નોંધાયાઃઅધધધ 57 કરોડની આવક

જાન્યુઆરીમાં સૌથી વધુ પ્રવાસીઓ આવવાથી આવક પણ સૌથી વધુ થઇ

નર્મદા : નર્મદા ડેમ પાસે  નિર્માણ કરાયેલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણને 11 મહિના પૂર્ણ થયા છે.ત્યારે માત્ર 11 મહિનામાં જ પ્રવાસીઓનો આંકડો 22 લાખ પાર ગયો છે.જેનાથી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET)ને 57,06,47,518 ની આવક થઈ છે.

ગત 31 ઓક્ટોમ્બર 2018 સરદાર સાહેબનાં જન્મદિવસે પ્રતિમાનું લોકાર્પણ થયું હતું.બાદમાં ઉતરોઉતર પ્રવાસીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે

 સરદાર સરોવર નર્મદા બંધને કારણે પણ અહીં દર વર્ષે 5 લાખ જેટલા પ્રવાસીઓ આવતા હતા પણ સ્ટેટ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ પ્રવાસીઓમાં ઘણો વધારો થયો છે. ત્યારે ચોમાસામાં જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય નિખરી ઉઠયુ હતું ત્યારે પ્રવાસીઓમાં હજી પણ વધારો થશે.આવનારી 31 ઓક્ટોબર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બીજા કેટલાક નવા આકર્ષણો સાહરુ થનાર છે જેમકે જંગલ સફારી છે ,વોટર રાફ્ટિંગ છે કેક્ટસ ગાર્ડન જેવા નવા આકર્ષણો પણ શરુ થનાર છે ત્યારે આજ થી લઈને દિવાળી સુધીમાં લગભગ દિવસના 25,000 પ્રવાસીઓ આવશે તેવું નર્મદા જિલ્લા કલેકટરનું માનવું છે

સૌથી વધુ પ્રવાસી જાન્યુઆરી 2019 માં 2,83,298 નોંધાયા હતા સૌથી આવક પણ જાન્યુઆરી 2019 માં જ 7,00,42,020 રૂપિયા ની થઈ હતી.

(12:51 pm IST)