Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગઢડા સ્વામિનારાયણ મંદિર: ફરીવાર દેવપક્ષ - આચાર્ય પક્ષ આમને સામને: 100 વર્ષ જુનુ વૃક્ષ કપાતા ફરિયાદ

મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે ચેરમેન, ડેપ્યુટી કોઠારી સહિત 3 સંત સામે ફરિયાદ કરી

ગઢડા ગોપીનાથજી સ્વામિનારયણનું મંદિર ફરીવાર વિવાદમાં આવ્યું છે. મંદિર પરિસરમાં 100 વર્ષ જૂના વૃક્ષને કાપી નાંખવાના મામલે મલતદારને ફરિયાદ કરાઈ છે

ગઢડામાં વર્ષોથી દેવપક્ષ અને આચાર્ય પક્ષ સામ સામે આક્ષેપો કરવામાં ચુકતા નથી ત્યારે ફરીથી સામ સામા આક્ષેપો થઈ રહ્યા છે.

ગઢડાનું ગોપીનાથજીનું મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મંદિરમાં 100 વર્ષ જૂના વૃક્ષને કપાતા મામલતદારને ફરિયાદ કરવામાં આવી છે. 
મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે ચેરમેન, ડેપ્યુટી કોઠારી સહિત 3 સંત સામે ફરિયાદ કરી છે. હાલ મંદિરના વહીવટદારો દેવપક્ષના છે જ્યારે ફરિયાદ કરનાર ટ્રસ્ટી રમેશ ભગતે આચાર્ય પક્ષના છે. અગાઉ પણ આ બંને પક્ષ વારંવાર એક બીજી ઉપર આરોપો પ્રતિ આરોપો કરી ચુક્યા છે. 
ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં દેવપક્ષ અને આચાર્યપક્ષનો વિવાદ જાણીતો છે. અહીં લોકસભા અને રાજ્યસભાની ચુંટણીઓ જેટલી જ ઉત્સુકતા દર્શાવતી ચુંટણીઓ થાય છે ત્યારે હાલ સત્તામાં દેવપક્ષ છે. એટલે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે, સત્તા પક્ષને હેરાન કરવા જ વિપક્ષ દ્વારા વિવાદો ઘેરવામાં આવી રહ્યા છે

(12:27 pm IST)