Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વડોદરામાં પ્રિ- નવરાત્રી ગરબા રાસ સ્પર્ધામાં રાજકોટના ખુશી જોબનપુત્રા પ્રથમ

રાજકોટઃ શહેરના આગેવાન અને લબ્ધપ્રતિષ્ઠિત રઘુવંશી શ્રીનીલેશભાઈ જોબનપુત્રા અને શ્રીમતી પારૂબેન જોબનપુત્રાના સુપુત્રી ખુશીએ વડોદરામાં પ્રિ-નવરાત્રી ગરબા- રાસ- નૃત્ય પ્રતિ યોગિતા સ્પર્ધામાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરીને તેમની કોલેજ તથા છાત્રાલયનું ગૌરવ વધાર્યુ હતું.

તબીબી ક્ષેત્ર અભ્યાસમાં વિશિષ્ટ પ્રદાનની મહત્વાકાંક્ષા ધરાવતાં ખુશીબેન ફિઝિયોથેરાપીના અભ્યાસમાં પ્રતિભાવાના વિદ્યાર્થીની તરીકે ઝળકવાની ગુણવતા અને ઈચ્છાશકિત ધરાવે છે એ બાબતની પ્રતીતિ તેમણે અભ્યાસ તથા લલિત કલાનાં પ્રથમ ચરણમાં જ બતાવી આપ્યા છે.

ખંત, પરિશ્રમ, ઉત્સાહ અને લલિત કલાની પ્રવૃતિઓમાં સતત રસ લેવા છતાં એક  સક્ષમ અને ઉમદા ડોકટર બનવાની કારકીર્દિને તે પ્રધાન્ય આપે છે અને તેમના માતા પિતા તેમજ જોબનપુત્રા પરિવાર તેમની હમણા સુધી સિધ્ધિઓ માટે ગૌરવ લે છે અને સંતોષ અનુભવે છે. આ પરિવાર સદ્દગુરૂ દેવ પૂ.રણછોડદાસજી બાપુ, પૂ.હરિચરણદાસજી મહારાજ અને શ્રીરામની સન્નિધિમાં યથાશકિત માનવસેવાની તથા ધર્મભીની પ્રવૃતિઓને અગ્રતા આપે છે.

તસ્વીરમાં ખુશીબેને તેમના લલિતકલા ક્ષેત્રનાં કૌશલ્ય માટે પ્રાપ્ત કરેલ ઈનામ તથા માતુશ્રી સાથે પડે નજરે છે.

(11:52 am IST)