Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

દાંતીવાડા પંથકમાં બ્રાન્ડેડ કંપનીના ઘી નું ડુપ્લીકેટ કરી વેચાણ મામલે બે વેપારીઓને 12,60 લાખ ભરવા હુકમ

બે વર્ષની તપાસ બાદ અધિક કલેકટરે દંડનો હુકમ કરતા ખળભળાટ

 

દાંતીવાડા પંથકમાં બ્રાન્ડેડ કંપનીના ઘી નું ડુપ્લિકેટ કરી વેચાણ કરતા ખાદ્ય વિભાગે બે આરોપી સામે કાર્યવાહી કરી હતી. જેમાં કુલ કેસની બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્રમાં બે વર્ષથી ચાલતી તપાસમાં દંડનો હુકમ થયો છે. બે આરોપીને કુલ 12,60,000 ભરવા અધિક કલેક્ટરે આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. હુકમના પગલે બંને આરોપીઓને સરકારમાં દંડની રકમ ભરવી પડશે.

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના ભાખર ગામની સીમમાં ડુપ્લિકેટ ઘી નું વેચાણ થતુ હોવાનું પકડાયુ હતુ. બનાસકાંઠા જીલ્લા ખાદ્ય એકમે અર્જુનભાઇ ભુપતજી માળી અને તેના સાથી મોતીભાઇ ભેમાજી માળી વિરૂધ્ધ વર્ષ 2017માં ડુપ્લિકેટ ઘી ના વેચાણનો કેસ કર્યો હતો. જેની તપાસને અંતે બનાસકાંઠા અધિક કલેક્ટરે બે આરોપીઓને કેસદીઠ 4,20,000ની રકમનો દંડ ભરવા આદેશ કર્યો છે. આથી બંને આરોપીઓને કુલ છ કેસમાં ‌12,60,000ની રકમ દંડ પેટે ભરવી પડશે.

(12:38 am IST)