Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વિરમગામના ભોજવામાં ખેતરમાં ગાયો ચરાવવા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું :ત્રણ લોકો ઘવાયા

પોલીસ કાફલો ઘટના સથળે પહોંચ્યો : સ્થિતિને કાબુમાં લીધી

 

વિરમગામના ભોજવા ગામે જમીન ભેલાણ બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. ખેતરમાં ગાયો ચરાવવા બાબતે જૂથ અથડામણ થતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે.

   બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી છે. જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં હાલ બન્ને તરફથી કોઈ પણ જાતનો કેસ દાખલ કરાયો નથી.

(8:54 am IST)
  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST

  • ગઇકાલે કર્ણાટકના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રમાં કેટલેક સ્થળોએ ભારે ગાજવીજ વરસાદ પડયાના વાવડ મળે છે access_time 11:34 am IST

  • સાંજે ૭ વાગે ઇન્સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર માં કયાંક કયાંક વાદળા જોવા મળે છે જયારે મહારાષ્‍ટ્ર અને દક્ષ્ણિના રાજયોમાં ધટાટોપ વાદળા છવાયા access_time 8:36 pm IST