Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગુજરાત સ્ટેટ જીએસટીના 17 ટુર ઓપરેટરોને ત્યાં દરોડામાં 100 કરોડથી વધુની જીએસટીની ચોરી ખુલી : તપાસ ચાલુ

 

અમદાવાદ : ગુજરાત સ્ટેટ જીએસટીએ એક સપ્તાહ પહેલા રાજ્યના 17 ટુર ઓપરેટરો પર દરોડા પાડયા હતા ,દરોડામાં 100 કરોડથી વધુની જીએસટી ચોરી ખુલી છે ,હજુ પણ તપાસ ચાલુ છે

   સ્થળ તપાસની કાર્યવાહીમાં વણ નોંધાયેલા અથવા વેરો ભર્યા વગરના વ્યવહારો મળી આવ્યા હતા  આવા વ્યવહારો પર વસૂલવાના થતા વેરાની વસુલાત કાર્યવાહી હાથ ધરાઈ છે
    ઉપરાંત ક્ષિતિજ ટુર્સ એન્ડ ટ્રેડ ફેર્સપ્રા. લી.ના સ્થળોએ સ્થળ તપાસની કાર્યવાહી ચાલુ છે એજમાં મોટા વિસંગત્તાવાળા વ્યવહારો મળી આવવાની શકયતા છે

  સ્થળ તપાસની કાર્યવાહીમાં હિસાબી સાહિત્ય,ડીઝીટલ ડેટા , વગેરે જપ્ત કરાયા છે અને સાહિત્યની ચકાસણી કાર્યવાહી ચાલુ છે .

(12:29 am IST)