Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મગફળીની જેમ મકાઈ,બાજરી અને ડાંગરની ટેકાના ભાવથી ખરીદી કરશે સરકાર : મંત્રી જયેશ રાદડિયા

16 ઓક્ટોબરથી સરકારી ખરીદી કરાશે : ટેકાના ભાવ નક્કી કરાયા

અમદાવાદ : રાજ્યમાં પાછોતરા વરસાદને કારણે ખેતીને ઘણું નુકસાન થયું છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં મગફળી ઉપરાંત મકાઈ, બાજરી અને ડાંગર જેવા પાકને પણ નુકસાન થયું છે. અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે મગફળીની જેમ મકાઈ, બાજરી અને ડાંગરની સરકાર ટેકાના ભાવથી ખરીદી કરશે. અને તેના માટે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરાશે.

  ડાંગરના પ્રતિ ક્વિન્ટર ટેકાના ભાવ રૂ.1,835 નક્કી કરાયા છે. જ્યારે મકાઈના પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ રૂ.1,708 નક્કી કરાયા છે. જે 16 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખરીદી કરવામાં આવશે

(10:08 pm IST)