Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

દેશભરમાં સફાઈ અભિયાનને પ્રોત્સાહન આપવા ખાસ પહેલ

ગાંધીજીના ૧૫૦માં જન્મદિનની ઉજવણી : ગોબલજ ખાતેથી મોટી એફએમસીજી કંપની દ્વારા સફાઈ ઝુંબેશ : બાળકો, વિદ્યાર્થીઓ તેમજ કર્મચારી પણ જોડાયા

અમદાવાદ, તા.૩ : ભારત સરકારની પહેલસ્વચ્છતા હી સેવામાં જોડાતા ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાંની એક એવી હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ (એચસીસીબી)એ દેશભરમાં ચોખ્ખાઇની ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સામાજિક કાર્યક્રમોનો ગોબલજ ખાતેથી પ્રારંભ કર્યો હતો. ચોખ્ખા, હરિયાળા ભારતના નિર્માણના આ ઉદ્દેશમાં જાહેર ભાગીદારીને ઉત્તેજન આપવા વિવિધ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને અન્ય સ્વયંસેવકોએ પણ ભાગ લીધો હતો. બાળકોએ હરિયાળા ભારતના નિર્માણનો અનોખો સંદેશ પણ ફેલાવ્યો હતો. મુખ્યત્વે ગોબલજની ફેક્ટરી ખાતે કામ કરતા એચસીસીબી કર્મચારીઓના નેતૃત્તવાળા આ કાર્યક્રમમાં સ્વયંસેવકોએ સવારે ગામડામાંથી ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. વધુમાં, તેઓ અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પર જાગૃત્તિ સત્રોનું પણ આયોજન કર્યું હતું.

      એચસીસીબીના કર્મચારીઓએ કચરાને અલગ કરવો, કચરા નિકાલ, પ્લાસ્ટિક વેસ્ટનું રિસાયક્લીંગ અને ગામડાની સફાઇ પરના પણ જાગૃત્તિ કેમ્પ યોજ્યા હતા. ગાંધી જયંતિની ઉજવણીથી શરૂ કરાયેલ આ કાર્યક્રમની જે તે વ્યક્તિની ચોખ્ખા અને હરિયાળા પર્યાવરણમાં ભૂમિકાને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. સ્થાનિક શાળાના બાળકો માટે ઇન્ટરેક્ટિવ સત્રો અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વાવેતર ઝૂંબેશનું સર્જન કરવાના હેતુથી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને નાના છોડના અસ્તિત્વની ખાતરી માટે પગલાં લેવા જરૂરી છે તેની પર પણભાર મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એચસીસીબી ભારતની અનેક મોટી એફએમસીજી કંપનીઓમાંની એક છે. તે ભારતના અત્યંત લોકપ્રિય પીણાઓનું ઉત્પાદન, પેકીંગ અને વેચાણ કરે છે જેમાં મિનટ મેઇડ, માઝા, સ્માર્ટવોટર, કિન્લી, થમ્સઅપ, સ્પ્રાઇટ, કોકા-કોલા, લિમ્કા, ફેંટા, જ્યોર્જિયા અને અન્યોનો સમાવેશ થાય છે. ૩,૯૦૦ ડિસ્ટ્રીબ્યૂટર્સ, ૨૫૦,૦૦૦ ખેડૂતો અને ૨ મિલીયનથી વધુ રિટેલ આઉટલેટ્સ એચસીસીબીને નોંધપાત્ર માત્રામાં ઇકોસિસ્ટમ બનાવે છે. તે ૨૫ રાજ્યોના ૪૯૩ જિલ્લાઓમાં કામ કરે છે. પોતાની ૧૮ ફેક્ટરીઓ મારફતે એચસીસીબી ૫૫ વિવિધ પ્રોડક્ટ્સનું ૯ અલગ અલગ કેટેગરીઓમાં ઉત્પાદન અને વેચાણ કરે છે.

(9:55 pm IST)