Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

બાવળામાં જિલ્લાના ખેડૂતોની મહાસભા શરુ :વિવિધ માંગો ઉઠાવાઈ

અમદાવાદના બાવળા ખાતે સમગ્ર જિલ્લાના ખેડૂતો પડતર પ્રશ્નોને લઈને બાવળાની જલારામ વાડીમાં ખેડૂતોની મહાસભા શરૂ થઈ છે.જેમાં બાવળા, ધોળકા,સાણંદ,વિરમગામ, દસકોઇ તાલુકાના ખેડુતો જોડાયા છે

 અમદાવાદ જીલ્લા ખેડુત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોની મહાસભા શરૂ થઈ છે. તેઓ ડાંગરનો ભાવ 350થી નીચે ન જવો જોઈએ. માર્કેટિંગ યાર્ડમાંથી 2 લાખ સુધીના નાણાં રોકડ મળવા જોઈએ

 આ સિવાય ફતેવાડી કેનાલને નર્મદા કેનાલમાં સમાવવાની માંગ કરી છે. સાણંદ, બાવળા અને વિરમગામના 32 ગામોમાં નવી કેનાલ બનાવવા જેવી માંગ કરાઈ છે.આ ઉપરાંત ખેડૂતોને વીજળી કનેકશન ઝડપથી મળવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.

(5:49 pm IST)