Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

આણંદમાં 3,70 કરોડની રદ થયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ :ચાર લોકોની ધરપકડ :પૂછપરછ

સમારખા ચોકડી ચાર આરોપીને ઝડપી લઈને તપાસ હાથ ધરી

 

આણંદમાં કરોડોની રદ્દ કરાયેલ ચલણી નોટો ઝડપાઈ છે. જેમા ચાર આરોપીની ધરપકડ કરવામા આવી હતી. તમામ રદ્દ ચલણી નોટો 500 અને 1000ના દરની ઝડપી પાડવામા આવી છે.

   આણંદમાં રદ્દ કરાયેલ ચલણી નોટ સાથે ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આણંદના સમારખા ચોકડી કુલ ચાર આરોપીને ઝડપી તપાસ હાથ ધરી હતી. સુરત પોલીસને મળતી બાતમીને આધારે તપાસ કરતા રૂપિયા 500ના દરની અને 100ના દરની રદ્દ કરાયેલ ચલણી નોટ મળી આવી હતી. જેના પગલે પોલીસે તેમને કોર્ડન કરીને ચેકીંગ કરતાં તેમની પાસેથી રદ્ થયેલી ચલણી નોટો કબ્જે કરી હતી. ઝડપાલ કુલ રકમ 3. 70 કરોડ રુપિયા જેટલી છે. ચણલી નોટ કબ્જે કરી પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે.

   પોલીસે રદ્દ થયેલી ચલણી નોટો ક્યાંથી આવી? ક્યાં લઈ જતા હતા? અગાઉ પણ વિસ્તારમાં રદ્દ થયેલી ચલણી નોટો લાવ્યા હતા કે કેમ? દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે.

(12:39 am IST)