Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમદાવાદીઓને રાહત :માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યામાં ઘટાડો: હવે 393 રહી

30 વિસ્તાર દૂર કરાયાં અને 18 વિસ્તારો ઉમેરાયાં:ચાંદલોડિયા, ગોતા તથા બોડકદેવ માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા

અમદાવાદઃ  શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યામાં ઘટાડો થયો છે  છેલ્લાં કેટલાંક દિવસથી માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો થતો જતો હતો.જોકે  ગુરુવારની સરખામણીએ આજે ઘટાડા તરફ પ્રયાણ કરતાં કોર્પોરેશનના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. તેમાંય આજે એકસાથે 30 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા હતા. તેની સામે માત્ર 18 વિસ્તારોને જ ઉમેરવામાં આવ્યા છે

 

અમદાવાદ શહેરમાં ગુરુવારે 405 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોનો આંકડો પહોંચ્યો હતો. તેમાંથી આજે 30 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા હતા. તેની સામે 18 વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતલબ કે 405માંથી 30 વિસ્તારો બાદ કરતાં આંકડો 375 વિસ્તારો થયા છે. પરંતુ તેની સામે 18 વિસ્તારો ઉમેરાતાં આ આંકડો 393 પર પહોંચી ગયો છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની બેઠક આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યસ્થાને મળી હતી. જેમાં ઉક્ત બાબતની ચર્ચા વિચારણાના અંતે 30 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરાયા હતા. તો 18 વિસ્તારોને ઉમેર્યા હતા.

આ ઉમેરાયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 7 તથા ઉત્તર ઝોનમાં 1 અને પૂર્વ ઝોનમાં 2 અને પશ્ચિમ ઝોનમાં 1 વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે આજે મધ્ય ઝોનમાં આજે પણ એક પણ વિસ્તારનો સમાવેશ થયો ન હતો.

આ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયેલા વિસ્તારોમા આજે ઉત્તર પશ્ચિમ ઝોનના સૌથી વધુ 7 વિસ્તારો મૂકાયા હતા. જેમાં ગોતા, ચાંદલોડિયા તથા બોડકદેવ વિસ્તારોની સોસાયટીઓ, ફલેટોનો સમાવેશ થઇ જાય છે. ઘોડાસર વિસ્તારના એવલોન 1માં 340 મકાનોના 1385 રહીશોને તથા ચાંદલોડિયાના વ્રજધામ 1 એપાર્ટમેન્ટ, સેકટર 4 ચાણકયપુરીના 210 મકાનોના 835 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકી દીધા છે.

આ નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ આવતીકાલ તા. 4થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરશે. તેની સાથોસાથ પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે

(10:23 pm IST)